Site icon Revoi.in

દમણગંગાની ખાડીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, વઘઈ પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો

Social Share

વલસાડઃ વાપીમાં દમણગંગાની ખાડીમાં નહાવા પડેલા બે યુવકો ડુબી ગયા છે. અન્ય લોકોએ તરવા જવા મનાઈ કર્યા બાદ પણ બંને યુવકો નદીમા ન્હાવા પડ્યા હતા. આખરે યુવકોની જીદને કારણે  તેમનો ભોગ લેવાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના વાપીની દમણગંગા ખાંડીમાં 2 યુવકો ડૂબ્યા હતા. બંને યુવકો ડુંગરા દાદરી મોરાના રહેવાસી હતા. જેઓ કેટલાક યુવકો સાથે દમણગંગા આવ્યા હતા. 18 વર્ષીય અજિત અને 20 વર્ષનો બબ્બુ દમણગંગા નદીની ખાડીમાં નહાવા પડ્યા હતા. ખાડી પર અન્ય લોકોએ બન્ને યુવાનોને ખાડીમાં નહાવા જવા મનાઈ કરી હતી. છતાં બંને યુવકો ન્હાવા પડ્યા હતા. બંને યુવકો ડૂબી જતાં ફાયર રેસ્ક્યુ ટીમે શોધખોળ હાથ ધરી હતી. અજિત અને બબ્બુ નામના યુવકો ડૂબતા પરિવારમાં માતમ છવાયો હતો.

જિલ્લામાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મહારાષ્ટ્રથી સુરત તરફ આવતી સુર્યમુખી નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. વઘઈ સાપુતારા રોડ પર બારખાંધ્યા ફાટક નજીક જીજે 03 BW 3672 નંબરની ખાનગી બસને અકસ્માત નડયો હતો. ખાનગી બસના ચાલકે ગફલતભરી રીતે હંકારતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બાઈક અને કારને અડફેટે લઈ બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ એકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે બસમાં સવાર કોઈ મુસાફર ન હોઈ જાનહાનિ ટળી હતી. ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી. વઘઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.