Site icon Revoi.in

યુક્રેનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી,પશ્ચિમ રશિયાની હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવા પર પ્રતિબંધ 

Social Share

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી રહી છે.રશિયન સેનાએ ક્રિમિયા તરફ ઘેરાબંદી કરવાનું શરૂ કરી દીધું છે.રશિયન સેનાનો 7 કિલોમીટર લાંબો કાફલો સતત આગળ વધી રહ્યો છે.યુક્રેનના લોકોએ  સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે,રશિયન સૈનિકોએ યુક્રેનની સેનાને સંદેશા મોકલીને ડોનેટ્સક અને લુહાન્સ્કને ખાલી કરવા કહ્યું છે.

રશિયાની કાર્યવાહી બાદ યુક્રેનની સંસદે દેશમાં ઈમરજન્સીને મંજૂરી આપી દીધી છે.તો,પશ્ચિમ રશિયાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.હોસ્પિટલોમાં લોકોની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અમેરિકાએ કહ્યું કે,રશિયાએ યુક્રેન પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે.બ્લેક સીમાં 25 થી વધુ રશિયન યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.સ્વીડનના વિદેશ મંત્રી એન લિન્ડેએ પણ ડોન્સ્ક અને લુહાન્સ્કમાં અંધાધૂંધ ગોળીબાર પર ચિંતા વ્યક્ત કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે,રશિયન સૈનિકોએ ઘૂસણખોરી કરી છે.રશિયન વિમાનો યુક્રેનની એરસ્પેસમાં પ્રવેશી ચૂક્યા છે.રશિયન સેના યુક્રેન સરહદ તરફ સતત ઝડપથી આગળ વધી રહી છે.આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે રશિયન સેના યુક્રેનની સરહદમાં 20 કિલોમીટર અંદર ઘૂસી ગઈ છે અને સૈનિકોએ 550 થી વધુ ટેન્ટ પણ લગાવ્યા છે.આ સાથે ત્યાં એક હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. યુક્રેન બોર્ડર પરથી પણ રશિયાના કબજાની નવી તસવીર સામે આવી છે.