Site icon Revoi.in

ઉનાના માછીમારની કિસ્મત ચમકીઃ 5 હજારથી વધુની કિંમતની 2000 જેટલી માછલીઓ પકડી

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા અનેક પરિવારો માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગીર સોમનાથના ઉનાના એક માછીમારનું કિસ્મત ચમકી ઉઠ્યું છે અને તે રાતોરાત કરોડ પતિ બન્યો ગયો છે. વાત જાણે એમ છે કે, ઉનાના આ માછીમારની જાળમાં મોંઘી માછલીઓ ફસાતા તેનું કિસ્મત રાતોરાત બદલાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર માછી કરવા દરિયામાં ગયો હતો. માછીમારી દરમિયાન તેની જાળમાં ઘોલ નામની કિંમતની માછલીઓ ફસાઈ હતી. માછીમારના હાથમાં 100 કે 200ની નહીં પરંતુ બે હજાર જેટલી માછલીઓ ફસાઈ હતી. આ માછલીની કિંમત બજારમાં હાલ રૂ. 5થી 8 હજાર જેટલી બોલાય છે. એટલે કે એક માછલીના પાંચ હજારની કિંમત ગણીએ તો પણ અંદાજે એક કરોડથી વધારેની થાય છે. માછીમારની જાળમાં ઉંચી કિંમતની મોટી સંખ્યામાં માછલીઓ ફસાતા પરિવારમાં પણ ખુશીની લહેર ફેલાઈ છે. હવે માછીમાર દ્વારા આ માછલીઓ વેચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટાભાગના પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલું જ નહીં માછીમારોને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. માછીમારીનોના ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે.