Site icon Revoi.in

સરળ ભાષામાં સમજો કે e-Rupi કેવી રીતે કામ કરે છે, અને શું છે e-Rupi

Social Share

મુંબઈ:e-Rupi એ એક વખતનો કોન્ટેક્ટલેસ, કેશલેસ વાઉચર-આધારિત ચુકવણી પદ્ધતિ છે. તે વપરાશકર્તાઓને કાર્ડ્સ, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સ અથવા ઇન્ટરનેટ બેંકિંગને ઍક્સેસ કર્યા વિના વાઉચર રિડીમ કરવામાં મદદ કરે છે. નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં e-Rupi નો ઉપયોગ વધુ વ્યાપક થવાની ધારણા છે. ખાનગી ક્ષેત્ર પણ તેનો ઉપયોગ તેમના કર્મચારીઓના લાભ માટે કરી શકશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ તેને બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે અપનાવી શકશે.

ભારતીય રિઝર્વ બેંક જે પ્રકારનું ડિજિટલ ચલણ લાવવાનું વિચારી રહી છે તેને એ પ્રકારની ડિઝિટલ કરન્સી સમજવાનો ભ્રમ ન હોવો જોઈએ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1,600 થી વધુ હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે જ્યાં ઈ-રૂપિ રિડીમ કરી શકાય છે.

ઇ-રૂપી માટે લાભાર્થી પાસે બેંક ખાતું હોવું જરૂરી નથી, જે અન્ય ડિજિટલ પેમેન્ટ મોડ્સની સરખામણીમાં આ એક મુખ્ય બાબત છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ મેળવવાની સરળ, બે-સ્ટેપનીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે જેમાં વ્યક્તિગત વિગતો શેર કરવાની પણ જરૂર નથી. બીજો ફાયદો એ છે કે ઇ-રૂપી સામાન્ય ફોન પર પણ કાર્ય કરે છે, તેથી તેનો ઉપયોગ એવા લોકો દ્વારા પણ કરી શકાય છે. જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા એવા સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નબળું છે.