Site icon Revoi.in

યુનેસ્કોના ડીજીએ ‘મન કી બાત’ કાર્યક્રમની કરી પ્રસંશા, પીએમ મોદીને પૂછ્યા સવાલ

Social Share

દિલ્હીઃ- આજે પીએમ મોદીનો રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ મનકી બાતના 100 એપિસોડ પુરા થયા ત્યારે દેશમાં જ નહી વિદેશમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના યુનેસ્કોએ વખાણ કર્યા છે. વિદેશી રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમના ચાહક છે.

યુનેસ્કોના ડીજી ઓડ્રે ઓલેએ પણ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેણે મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડમાં પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.યુનેસ્કોના ડીજીએ કહ્યું, ‘નમસ્તે વડાપ્રધાન, યુનેસ્કો વતી, મને મન કી બાત રેડિયો કાર્યક્રમ પર બોલવાની તક આપવા બદલ હું તમારો આભાર માનું છું.

તેમણે એમ પણ કહ્યું કે યુનેસ્કો અને ભારતનો લાંબો ઈતિહાસ છે અને અમારા સંબંધો શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ જેવા તમામ ક્ષેત્રોમાં ખૂબ જ મજબૂત છે. આજે આ પ્રસંગે હું શિક્ષણના મહત્વ વિશે વાત કરવા માંગુ છું. યુનેસ્કોનો પ્રયાસ છે કે 2030 સુધીમાં તમામ સભ્ય દેશો એ સુનિશ્ચિત કરે કે દરેકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે.

આ સાથે જ યુનેસ્કોના ડીજીએ વડાપ્રધાન મોદીને પણ પૂછ્યું કે, ‘તેમની સરકાર આ દિશામાં શું કરી રહી છે, વિશ્વના સૌથી મોટા વસ્તીવાળા દેશમાં દરેકને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી શકે? યુનેસ્કો પણ આ દિશામાં કામ કરી રહ્યું છે કે કેવી રીતે સંસ્કૃતિ અને પરંપરાઓને સમર્થન અને જાળવવું.યુનેસ્કો ડીજી દ્વારા સંસ્કૃતિ અને શિક્ષણની જાળવણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે ભારત નવી શિક્ષણ નીતિ લાવી રહ્યું છે અને તેમાં ટેક્નોલોજીને પણ સંપૂર્ણ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

Exit mobile version