Site icon Revoi.in

રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ

Social Share

 

દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની ટિકા થી રહી છે,ત્યારે હવે યુએનજીમાં પણ રશિયા વિરુદ્ધ સખ્ત ટિકા કરવામાં આવી હતી, આ મામલે રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ઠરાવ પસાર થયો ત્યારે મોટા ભાગના દેશે રશિયાની ટિકા કરી હતી અને તેના વિરુદ્દમાં મત આપ્યા હતા,આ ઠરાવમાં રશિયા વિરુદ્ધ 141 વોટ પડ્યા જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ  મળવા પાત્ર બન્યા હતા.

આ સમગ્ર ક્રિયામાં કુલ 35 દેશોએ ભાગ લીધો ન હતો. સસંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો અને આ પ્રસ્તાવમાં રશિયન હુમલાની સખ્તપણ ટિકા કરવામાં આવી હતી.જો કે આ ઠરાવમાં ભારતે દૂરી બનાવી હતી,યુએનસી અને યુએનજી બન્ને બેઠકમાં ભારતે હાજરી નહોતી આપી રશિયા સિવાય બેલારુસ, સીરિયા, નોર્થ કોરિયા, એરિટ્રિયાએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું.