Site icon Revoi.in

ગાઝામાં માનવતાના ધોરણે યુદ્ધવિરામનો ઠરાવ UNGA પસાર, 120 દેશોનું મળ્યું સમર્થન

Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગંભીર યુદ્ધ ચારી રહ્યું છે ગાઢા પર સતત હુમલાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છએ અનેક બાળકો સહીત હજારો લોકો અત્યાર સુઘી મોતને ભેંટી ચૂક્યા છે ત્યારે હવે ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં માનવતાના આધારે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડને કહ્યું કે અમે નિષ્ક્રિય બેસીશું નહીં અને હમાસના આતંકવાદીઓને ફરીથી પોતાને હથિયાર બનાવવા અને આવા અત્યાચારો કરવા દેવાની મંજૂરી આપીશું નહીં. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને તે અધિકાર સાથે આવો અત્યાચાર ફરી ક્યારેય ન થાય તેની ખાતરી કરવાની જવાબદારી આવે છે

સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના રાજદૂત, રિયાદ મન્સૂરે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધને રોકવા માટે, બાળકો અને નાગરિકોની હત્યા સાથે વધુ વિનાશને રોકવા માટે બધું જ કરવાની જરૂર છે. મન્સૂરે કહ્યું કે પેલેસ્ટિનિયન પ્રતિનિધિમંડળ યુએન સુરક્ષા પરિષદને યુદ્ધવિરામ રોકવા માટેનો ઠરાવ અપનાવવા માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જોર્ડન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો. આ પસારની તરફેણમાં 120 દેશોનું સમર્થમ મળ્યું હતું જ્યારે વિરોધમાં માત્ર 14 મત પડ્યા હતા.

 આ સહીત  ભારત, બ્રિટન, કેનેડા, જર્મની સહિત 45 દેશોએ મતદાન કર્યું ન હતું, જ્યારે અમેરિકાએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.આ સાથે જ પસાર કરવામાં આવેલાઠરાવમાં માનવતાના ધોરણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી.

આ સાથે આ ઠરાવમાં ગાઝાના નાગરિકોને કોઈપણ અવરોધ વિના વીજળી, પાણી, ખોરાક અને પાણી જેવી માનવતાવાદી સહાય પૂરી પાડવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે ગાઝાની 23 લાખ વસ્તીનો સૌથી મોટુ સંકટ પાણી, ઇંધણ અને ખોરાકને લઈનેવર્તાઈ રહ્યું છે.

Exit mobile version