Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રીમંડળે બીએસએનએલને 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બીએસએનએલ માટે ત્રીજાં પુનરુત્થાન પૅકેજને મંજૂરી આપી દીધી છે, જેમાં કુલ રૂ. 89,047 કરોડનો ખર્ચ થશે. તેમાં બીએસએનએલ માટે મૂડી ઉમેરવા મારફતે 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે.

બીએસએનએલની અધિકૃત મૂડી રૂ. 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે.

આ રિવાઇવલ પૅકેજ સાથે બીએસએનએલ એક સ્થિર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરીકે ઉભરી આવશે, જે ભારતનાં દૂર-સુદૂરનાં વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સ્પેક્ટ્રમની વિગતો નીચે મુજબ છે:

 

બૅન્ડ ફાળવાયેલ સ્પેક્ટ્રમ અંદાજપત્રીય મદદ
700 મેગા હર્ટ્ઝ 22 એલએસએમાં જોડી બનાવી 10 મેગા હર્ટ્ઝ રૂ. 46,338.60 કરોડ
3300 મેગા હર્ટ્ઝ 22 એલએસએમાં જોડી બનાવી 70 મેગા હર્ટ્ઝ રૂ. 26,184.20 કરોડ
26 GHz 21 એલએસએમાં જોડી બનાવી 800 મેગા હર્ટ્ઝ અને 1 એલએસએમાં જોડી બનાવી 650 મેગા હર્ટ્ઝ રૂ. 6,564.93 કરોડ
2500 મેગા હર્ટ્ઝ 6  એલએસએમાં જોડી બનાવી 20 મેગા હર્ટ્ઝ અને 10 મેગા હર્ટ્ઝ 2 એલએસએમાં જોડી બનાવીને રૂ. 9,428.20 કરોડ
વિવિધ વસ્તુઓ રૂ. 531.89 કરોડ
કુલ રૂ. 89,047.82 કરોડ

આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, બીએસએનએલ નીચે મુજબ કરી શકશે:

    1. સમગ્ર ભારતમાં ૪ જી અને ૫ જી સેવાઓ પૂરી પાડશે.
    2. વિવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હેઠળ ગ્રામીણ અને આવરી ન લેવાયેલાં ગામોમાં ૪જી કવરેજ પ્રદાન કરવું.
    3. હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (એફડબલ્યુએ) સેવાઓ પૂરી પાડવી.
    4. કૅપ્ટિવ નોન-પબ્લિક નેટવર્ક (સીએનપીએન) માટે સેવાઓ /સ્પેક્ટ્રમ પ્રદાન કરવું.

બીએસએનએલ/એમટીએનએલનું પુનરુત્થાન:

નાણાકીય વર્ષ  2020-21 નાણાકીય વર્ષ  2021-22 નાણાકીય વર્ષ  2022-23
આવક 18,595 કરોડ 19,053 કરોડ 20,699 કરોડ
કાર્યકારી નફો 1,177 કરોડ 944 કરોડ 1,559 કરોડ

 

સ્વદેશી 4G/5ટેક્નૉલોજી