Site icon Revoi.in

રોમમાં યોજાનારી G -20 બેઠકમાં આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા લઈ શકે છે ભાગ 

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજ રોજ એટલે કે 4 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી રોમ, ઇટાલીની ચાર દિવસની મુલાકાતની શરુાત કરશે . અહીં તેઓ G 20 દેશોના આરોગ્ય મંત્રીઓની  યોજાનારી ખાસ બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષાસંભાવનાઓ સેવાઈ રહી છે. આ મામલે તેમના કાર્યાલય. તરફથી માહિતી આપવામાં આવી છે, આ સાથે જ વિતેલા દિવસને શુક્રવારે ભારતે બ્રિક્સ ડિજિટલ હેલ્થ સમિટમાં કોરોના મહામારી દરમિયાન જે  પડકારોનો સામનો કરવો પડ્યો  તેની તકો અંગે ચર્ચા કરી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો.ભારતી પ્રવીણ પવારે આ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે તમામ સ્તરે ડિજિટલ હેલ્થ ટેકનોલોજીને સંપૂર્ણ રીતે અપનાવવાની દિશામાં ભારતની પ્રાથમિકતાઓ પરની પેનલને સંબોધી હતી.

આ કોન્ફોરન્સમાં ડો.પવારે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારીને પગલે ડિજિટલ આરોગ્ય પ્રાથમિકતા બની ગઈ છે. “ડિજિટલ આરોગ્યનો ઉપયોગ મહામારીને નિયંત્રિત કરવા માટે યોગ્ય રીતે કરવામાં આવ્યો હતો અને અમને અમારા પ્રતિભાવને મજબૂત કરવા માટે વધુ વૈજ્ઞાનિક અને ડેટા આધારિત અભિગમ અપનાવવા માટે સક્ષમ બનાવ્યા હતા,”