Site icon Revoi.in

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઈન્ફ્લુએંજા અને કોરોનાની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય સચિવ સાથે કરી બેઠક

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે જેને લઈને કેન્દ્રની સરકાર સતત કાર્યશીલ જોવા મળી રહી છએ દરેક રાજ્યોને સતર્ક રહેવા પણ સૂચના અપાઈ છે 1500થી વધુ નોંધાતા રોજના કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેષ ભૂષણે વિતેલા દિવસને સોમવારે રાજ્યોના આરોગ્ય સચિવ સાથે એક ઓનલાઈન બેઠક યોજી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 10,300 થઈ ગઈ છે. ચંદીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને કેરળમાં  ઝડપથી કોરોનાના કેસો વધી રહ્ચેયા છએ જેના પર આરોગ્ય સચિવે ચિંતા વ્યક્ત કરી હતી

આ બેઠકમાં  કોવિડના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કોવિડના સંચાલન માટે જાહેર આરોગ્યની તૈયારી અને રાજ્યો સાથે રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પ્રકારની શિથિલતા સામે ચેતવણી આપી અને તેમને આરોગ્ય સંશોધન વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં ઉલ્લેખિત પ્રાથમિકતાઓને અનુસરવાની સલાહ આપી.

આ સહીત આરોગ્ય સચિવ ભૂષણે ઓક્સિજન સિલિન્ડરો, ઓક્સિજન પ્લાન્ટ્સ, વેન્ટિલેટર અને લોજિસ્ટિક્સ સહિતની હોસ્પિટલોની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે 10 અને 11 એપ્રિલના રોજ આરોગ્ય સુવિધાઓ સંબંધિત મોક ડ્રીલ હાથ ધરવા રાજ્યોને સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે  22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કેસ સરેરાશથી ઓછા છે. ગઈકાલે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના 24 જેટલા જિલ્લાઓમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 10 ટકાથી વધુ નોંધાયો હતો, જ્યારે 43 જિલ્લાઓમાં 5 થી 10 ટકાની વચ્ચેનો દર નોંધાયો હતો