Site icon Revoi.in

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, રવિવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

Social Share

અમદાવાદ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચને શનિવારે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ તા.20મી માર્ચના રોજ અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર તેમના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના કલોલ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કરવાની સાથે અમિત શાહ જનસભાને સંબોધન પણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં SGVP ની મુલાકાત પણ લેશે. તેમજ અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ પણ ગોઠવાઈ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમૃહર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિનું તંત્ર કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ તેમના મત વિસ્તાર કલોલ નગરપાલિકામાં વિકાસ કામોનું ખાત મુહુર્ત કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. આ સાથે કલોલ તાલુકામાં પણ એક-બે કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહનો આ કાર્યક્રમ 11 અને 12 માર્ચના યોજાવાનો હતો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને કારણે ગૃહમંત્રીના આ કાર્યક્રમને ડિલે કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કાર્યક્રમ 19 અને 20 માર્ચના યોજવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી 20 માર્ચના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે.