Site icon Revoi.in

8 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરુ થતા વેક્સિનના ડ્રાય રનને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક યોજી

Social Share

દિલ્હીઃ- દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન ડો.હર્ષવર્ધને કહ્યું કે આપણે પહેલા આપણા કોવિડ યોદ્ધાઓની પ્રશંસા કરવી જોઈએ. અમે અમારા આરોગ્ય કર્મચારીઓને અને વૈજ્ઞાનિકોને સમાનરુપથી સલામ  કરીએ છીએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનએ વધુમાં જણાવ્યું હતું કે સંશોધન કાર્યથી લઈને વેક્સિન સુધી આપણે ઘણી યાત્રા કરી છે.30 વેક્સિન ઉમેદવારો ભારતમાં  છે, જેમાંથી 7 પરીક્ષણના તબક્કામાં છે. 7 માંથી, બે વેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી  ચૂકી છે.આ માટેની  અમે ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરીશું. અમે આવતીકાલ 8મી જાન્યુઆરીથી સમગ્ર  ભારતભરમાં ડ્રાય રન શરૂ કરવા જઈ રહ્યા છીએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે અમે પહેલેથી જ 28 અને 29 ડિસેમ્બરથી ચાર રાજ્યોમાં બે દિવસ ડ્રાય રન કર્યા હતા. ત્યારબાદ આ વર્ષે 2 જાન્યુઆરીએ અમે બધા રાજ્યોના 285 જિલ્લાઓમાં ડ્રાય રન ચલાવ્યો હતો. હવે આવતીકાલે અમે 33 રાજ્યો /કેન્દ્રશાસિત કેન્દ્રોમાં હરિયાણા, હિમાચલ અને અરુણાચલ સિવાયમાં ડ્રાય રન શરુ કરવા જઈ રહ્યા છીએ.

ઉલ્લખેનીય છે કે સૌ પ્રથમ ચાર રાજ્યમાં ડ્રાય રન શરુ કરાયો જેના સારા પરિણામો આવતા સરકારે સમગ્ર દેશના જીલ્લાઓમાં આ ડ્રાય રન શરુ કરવા અંગેનો નિપર્ણય લીઘો છે.

સાહિન-