Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યું રાજીનામું,પીએમ મોદીને મળ્યા બાદ રાજીનામું આપ્યું

Social Share

દિલ્હી:કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા તેઓ વડાપ્રધાનને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું છે.

આવતીકાલે નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવાનો હતો.એવી ચર્ચા છે કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નકવીને ઉમેદવાર બનાવી શકે છે.એવી પણ ચર્ચા છે કે જેડીયુ ક્વોટા મંત્રી આરસીપી સિંહ પણ પદ પરથી રાજીનામું આપી શકે છે.આરસીપી સિંહને તેમની પાર્ટી જેડીયુ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી.

આ પહેલા મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે જ ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.આ બેઠક એવા સમયે થઈ જ્યારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી.

નકવી હાલમાં કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના પ્રધાન હતા અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા પણ હતા.તાજેતરમાં રાજ્યસભા માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને ક્યાંયથી ઉમેદવાર બનાવ્યા ન હતા.ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.