Site icon Revoi.in

બ્રહ્માંડમાં જોવા મળશે અનોખી ઘટના, ડેલ્ટા-એક્વેરીડસ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે

Social Share

બ્રહ્માંડમાં આમ તો અવાર નવાર અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ફરીવાર એક એવી ઘટના બનવા જઈ રહી છે જે નજારો અદભૂત હશે. બ્રહ્માંડમાં 15મી ઓગષ્ટ સુધી અવકાશમાં ડેલ્ટા – એકવેરીસ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળશે. ખાસ વાત એ છે કે 15મી ઓગષ્ટ સુધી આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા પડતી નજરે પડશે.

જો કે આ નજારાને જોવા માટેનું બેસ્ટ સમય મધ્યરાત્રીથી વહેલી સવાર સુધીનો છે. અને આ સમય દરમિયાન 15થી 50 ઉલ્કાઓ પડતી જોવા મળશે.

જાણકારી અનુસાર થોડા દિવસો પહેલા ખગોળશાસ્ત્રીઓએ ગત જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલ મહિનામાં લાયરીસ તેમજ ત્યાર બાદ ગત મે મહિનામાં ઈટા – એકવેરીસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી અને હવે 75 દિવસના વિરામ બાદ આજથી ફ્રી ઉલ્કાવર્ષાનો પ્રારંભ થશે.

વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય – ખડકાળ,નિર્જન જગ્યાને પસંદ કરી ચાર – પાંચ દિવસનો પડાવ નાખે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફ્ટાકડાના દ્રશ્યો ખૂલા આકાશમાં જોવા મળે છે.

સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે અને ઉલ્કાવર્ષા પાછળ આને જ કારણ માનવામાં આવે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે.