Site icon Revoi.in

દ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં 4.3 ઈંચ વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગણ તાપીમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન વાલોડમાં 4.5 ઈંચ, બારડોલીમાં 4.3 ઈંચ, મહુવામાં 4 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ, વ્યારામાં સવા 3 ઈંચ, પલસાણામાં 3 ઈંચ, જલાલપોરમાં પોણા 3 ઈંચ, ઘોઘામાં 2.5 ઈંચ, વલ્લભીપુરમાં 2.5 ઈંચ, ધરમપુરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ચીખલીમાં સવા 2 ઈંચ, મુંદ્રામાં સવા 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ, મહુવામાં 2 ઈંચ વરસાદ, નેત્રંગમાં પોણા 2 ઈંચ, પારડીમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. બીજી તરફ સતત વરસાદને પગલે જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો સંગ્રહ છે. જ્યારે સરકાર સરોવર ડેમમાં 51 ટકાથી વધારે પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમને સાબદી કરવામાં આવી છે.