Site icon Revoi.in

UNSC માં મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ. કહ્યું ફરી 9-11 જેવી સ્થિત નહી થવા દઈએ

Social Share

દિલ્હીઃ-  પાકિસ્તાન હંમેશાથી આતંકવાદને પ્રોત્સાહન આપતુ આવ્યું છે ત્યારે તાજેતરમાં યુએનએસસીમાં પાકિલસ્તાનને આપણા વિદેશમંત્રી એસ જયશંકરે આડેહાથ લીધુ હતુંભારતના વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા હતા.UNSC બ્રીફિંગમાં ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ ચેલેન્જ અને વે ફોરવર્ડની અધ્યક્ષતા કરતી વખતે, એસ જયશંકરે આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હ

પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે આતંકવાદના આશ્રયસ્થાનોને સીધો અને તીક્ષ્ણ સંદેશ આપ્યો. મંત્રીએ કહ્યું, ‘આતંકવાદના મુદ્દે અમે એક જ છીએ અને મુંબઈના 26/11 અને ન્યૂયોર્કના 9/11ને ફરીથીપુનરાવર્તિત નહી થવા દઈએ.’ આડકતરી રીતે પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું કે આતંકવાદનું સમકાલીન કેન્દ્ર હજુ પણ ખૂબ જ સક્રિય છે.

વધુમાં જયશંકરે કહ્યું કે આતંકવાદ કોઈ સરહદ, રાષ્ટ્રીયતા કે જાતિ જાણતો નથી. તેમના સંબોધનમાં, તેમણે 15 સભ્યોની કાઉન્સિલને કહ્યું કે આતંકવાદનો ખતરો ખરેખર વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અમે અલ-કાયદા, બોકો હરામ અને અલ શબાબ અને તેમના સહયોગીઓનું વિસ્તરણ જોયું છે. જયશંકરે કહ્યું, “અમે ન્યુયોર્કમાં 9/11 કે મુંબઈમાં 26/11નું પુનરાવર્તન થવા દઈ શકીએ નહીં.” તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ એક એવી લડાઈ છે જેમાં કોઈ રાહત નથી. વિશ્વ ફોકસના અભાવ અથવા વ્યૂહાત્મક સમાધાનને સહન કરી શકતું નથી. આ સંદર્ભે વૈશ્વિક પ્રતિસાદનું નેતૃત્વ કરવાની સર્વોચ્ચ જવાબદારી સુરક્ષા પરિષદની છે.