Site icon Revoi.in

યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ઉત્તરપ્રદેશના વિકાસની રેખા જ બદલી નાખી છે, જ્યારથી સત્તામાં છે ત્યારથી ઉત્તરપ્રદેશને જે રીતે  પહેલા હત્યા, લૂંટફાટના પ્રદેશની રીતે  જોતા હતા જો કે સીએમ પદ પર આવતા જ લોકોની આ દ્રષ્ટિ સીએમ યોગીએ બદલી છે. સીએમ યોગી સતત મોદીના લોક્પરિય નેતાઓમાંના એક છે તેમણે પીએમ મોગદી સાથે મળી ઘણા સારા કાર્યો કર્યા છે ત્યારે વિતેલા દિવસે આ બન્ને નેતાઓ મળ્યા હતા

 મુખ્યમંત્રી  આદિત્યનાથે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે તેને સૌજન્ય મુલાકાત ગણાવ્યો હતો. આ મુલાકાત દરમિયાનના ફોચો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદિત્યનાથનો આ બીજો કાર્યકાળ છે. આદિત્યનાથ અહીં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના નજીકના સંબંધીના લગ્ન સમારોહમાં પણ હાજરી આપી શકે છે.
 યોગીની વડાપ્રધાન સાથે મુલાકાત સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવાના થોડા દિવસો પહેલા થઈ હતી. 25મી માર્ચે સરકારને એક વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે આ અવસર એટલા માટે પણ ખાસ છે કારણ કે યોગી આદિત્યનાથ સૌથી વધુ સમય સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે
ઉલ્લેખનીય છે કે 25 માર્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌમાં પત્રકારોને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ રાજ્યના હિતમાં મોટી જાહેરાત કરી શકે છે.
Exit mobile version