Site icon Revoi.in

યુપીની રાજઘાનીના લોકોને 15 ઓગસ્ટના રોજ દરેક સિનેમાઘરોમાં ફ્રી માં દેશભક્તિ ફિલ્મો બતાવામાં આવશે- યોગી સરકારનો આદેશ

Social Share

લખનૌઃ- દેશભરમાં હાલ 15મી ઓગસ્ટ સ્વતંત્રા દિવસની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાન સહીત મેરી માટી મેરા દેશ જેવા અભિયાન શરુ થી ચૂક્યા છે આવી સ્થિતિમાં હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ દેશભક્તિને લઈને એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી સરકારના આદેશ મુજબ લખનૌ શહેરના તમામે તમામ સિનેમાઘરોમાં 15 ઓગસ્ટના દિવસે દેશભક્તિ ફિલ્મો બતાવવામાં આવશે દર્શકો આ ફિલ્મનો લાભ ફ્રીમાં લઈ શકશે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ માટે રાજ્યની યોગી સરકારે આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 12 થિયેટરોમાં ફિલ્મ ફ્રીમાં બતાવવામાં આવી રહી છે. જ્યાં આખો દેશ આઝાદીની ઉજવણીની તૈયારીઓમાં લાગેલો છે, ત્યાં જ લખનઉમાં ફિલ્મ પ્રેમીઓ માટે  આ એક  સારા સમાચાર છે. 

યોગી સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે લખનૌમાં સિનેમાઘરોમાં ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે. આ તમામ ફિલ્મો દેશભક્તિ પર આધારિત હશે. આ તમામ ફિલ્મો શહેરના 12 થિયેટરોમાં વિનામૂલ્યે દર્શાવવામાં આવશે તેવી માહિતી પ્રશાસન તરફથી મળી છે.

એટલું જ નહી પરંતુ  સ્વતંત્રતા દિવસના અવસર પર લખનૌના તમામ ચોકોને પણ શણગારવામાં આવશે. આ સિવાય દરેક ઘરમાં ત્રિરંગાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં આખો દેશ ભાગ લેશે. અગાઉ લખનૌમાં પણ આવું થયું છે જ્યાં સિનેમાઘરોમાં ફિલ્મો મફતમાં બતાવવામાં આવતી હતી. જેના માટે તમે ટિકિટ કાઉન્ટર પર જઈને ફ્રીમાં ટિકિટ લઈ શકો છો.