Site icon Revoi.in

UP પોલીસની બંદુક બોલી, મહિલા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર આરોપી એન્કાઉન્ટરમાં મરાયો ઠાર

Social Share

લખનૌઃ અયોધ્યામાં સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપી અનીસ ખાનને યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. જ્યારે બે આરોપીઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. 30મી ઓગસ્ટના રોજ અયોધ્યા પાસે સરયૂ એક્સપ્રેસમાં એક મહિલા કોન્સ્ટેબલ લોહીથી લથપથ હાલમાં મલી આવી હતી. હાલ તેમની લખનૌની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો મુખ્ય આરોપી અનીસ ખાન એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. આ એન્કાઉન્ટર અયોધ્યાના પુરા કલંદરમાં થયું હતું. એન્કાઉન્ટરમાં તેના બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ દુબે ઘાયલ થયા હતા. પોલીસે બંનેની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અયોધ્યા પોલીસ અને યુપી એસટીએફ સાથેની અથડામણમાં ઠાર મરાયોલે અનીસખાન બનાવના દિવસે સરયૂ એક્સપ્રેમાં સાગરિત આઝાદખાન અને વિશંભર દયાલ સાથે ચડ્યો હતો. દરમિયાન અનીસે મહિલા પોલીસ કર્મચારીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલાએ પ્રતિકાર કરતા આરોપીઓએ તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અનીસ અને તેની ગેંગ ટ્રેનમાં લૂટની ઘટનાઓને અંજામ આપતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસને તપાસ દરમિયાન મહિતી મળી હતી કે, મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલો કરનાર આરોપીઓ ઈનાયતનગરમાં છુપાયેલા છે. જેથી પોલીસે ઓપરેશન હાથ ધરીને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી. જેથી આરોપીઓએ પોતાની ટીમ ઉપર ગોળીબાર કર્યો હતો. પરિણામે પોલીસે પણ સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં બે આરોપીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે અનિસ ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો.

દરમિયાન પોલીસે કલંદર નજીક ઘેરી લીધો હતો. ત્યારે તેણે પોલીસ ઉપર ફરીથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે કરેલા ગોળીબારમાં અનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે અને ગુનેગારો વચ્ચે થયેલા ધાણીફુટ ગોળીબારમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયાં છે.