1. Home
  2. Tag "accused"

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે ગોળીબાર કેસમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે આ મોટી સફળતા મળી છે. સમાચાર અનુસાર, ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આજે બંને આરોપીઓને લઈને મુંબઈ રવાના થશે. […]

પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી, આરોપી જામનગરથી ઝડપાયો

પોલીસ સ્ટેશન સંકુલમાંથી વાહન ચોરાતા પોલીસ તંત્ર દોડતુ થયું આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ આરંભી જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન એક ચોરે પોલીસને જ પડકાર ફેંક્યો હોય તેમ […]

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

UP પોલીસની બંદુક બોલી, મહિલા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર આરોપી એન્કાઉન્ટરમાં મરાયો ઠાર

લખનૌઃ અયોધ્યામાં સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપી અનીસ ખાનને યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. જ્યારે બે આરોપીઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. 30મી ઓગસ્ટના રોજ અયોધ્યા પાસે સરયૂ એક્સપ્રેસમાં એક મહિલા કોન્સ્ટેબલ લોહીથી લથપથ હાલમાં મલી આવી હતી. હાલ તેમની લખનૌની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તર […]

લઠ્ઠાકાંડના આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભા ખાતે બરવાળા તાલુકામાં લઠ્ઠા કાંડના આરોપીઓ સામે કાર્યવાહી અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડ સંદર્ભે ડીવાય.એસ.પીથી લઈને પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓને તે જ દિવસે ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દારૂની બદીને ડામવા માટે રાજ્યની પોલીસ […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનાઃ તથ્ય પટેલ સામે સઅપહાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો, છ વ્યક્તિઓની અટકાયત

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોનબ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકારે અનેક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલની અટકાયત કરી છે. […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ […]

દેશમાં એક વર્ષના સમયગાળામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 165 આરોપીઓને અદાલતોએ મોતની સજા ફરમાવી

નવી દિલ્‍હી : દેશમાં ગુનાખોરીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળી રહે તે માટે ન્યાયીક કાર્યવાહી પણ ઝડપી પૂર્ણ કરવા સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 165 કેદીઓને અદાલતોએ મૃત્યુદંડની […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code