Site icon Revoi.in

યુપીઃ પીલીભીત જીલ્લામાં હરિદ્રારથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુંને નડ્યો અકસ્માત- વાહન ધડાકાભેર ઝાડ સાથે ભટકાતા 10 લોકોના મોત

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના પીલીભીત જીલ્લામાં આજે એક ગંભીર રોડ એકસ્માત સર્જાયો છે આ અકસ્માત ેક વાહવ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયો છે જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે તો 6 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જો કે 6 ઘાયલોમાંથી હાલ 2ની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઉત્તર પ્રદેશના પીલીભીતના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 શ્રદ્ધાળુઓથી ભરેલી પીકઅપ બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10ના મોત થયા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ હરિદ્વારથી ગંગામાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. માર્ગ અકસ્માતની    પોલીસ ઘટના સ્નુંથળે આવી પહોચી હતી અને વધુ તપાસ હાથ ઘરી હતી

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપના ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી   યોગી અને એસપીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

આ અકસ્માત ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના મલમુદ પાસે થયો હતો. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઘટનામાં જે લોકોના જીવ બચ્યા છે તેમની આંખોદેખી મુજબ સવારે કેટલાક લોકો પીકઅપમાં ગાઢ નિંદ્રામાં સૂતા હતા. કેટલાક લોકો જાગતા હતા. પીકઅપ ગજરૌલા પાસે પહોંચતા જ જોરદાર અથડાઈ હત. અનેક લોકો લોહીલુહાણ જોવા મળ્યા હતા. પીકઅપનો આગળ ભાગ કચડાઈ ગયો હતો.