Site icon Revoi.in

જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ સ્તરે રહ્યું યુપીઆઈ ટ્રાંજેક્શન -230 કરોડની થઈ લેવડ-દેવડ

Social Share

દિલ્હીઃ-કોરોના મહામારીના સમયે દેશમાં  અનેક ફએરફાર કર્યા છે, ત્યારે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. દેશમાં ડિજિટલ લેવડ દેવડ વર્ષ 2021 સુધીમાં ચાર ગણી વધવાની સંભાવના છે. ભારતમાં લોકો યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસનો ઉપયોગ ડિજિટલ વ્યવહારો માટે વધુ પ્રમાણમાં કરતા જોવા મળી રહ્યા છે.

નીતી આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ કાંતના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી વર્ષ 2021 માં યુપીઆઈ દ્વારા રેકોર્ડ 230 કરોડનું રેકોર્ડ ટ્રાન્જેક્શન થયા હતા.જાન્યુઆરી 2021 માં યુપીઆઈ દ્વારા રૂ. 4.3 લાખ કરોડનું વેલડ દેવડ થઈ, જાન્યુઆરી 2020 ની સરખામણીમાં યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યામાં 76.5 ટકાનો વધારો થયો છે.ટ્રાજેક્શનની લેવડ દેવડમાં 100 ટકાનો વધારો નોંધાયો છે.

યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ એ એક ઇન્ટર બેંક ફંડ ટ્રાન્સફરની સરળ સુવિધા છે, જેના દ્વારા સ્માર્ટફોન પર ફોન નંબર અને વર્ચુઅલ આઈડીની મદદથી ચુકવણી કરી શકાય છે. તે ઇન્ટરનેટ બેંક ફંડ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ પર આધારિત છે.

આ સિસ્ટમ એનપીસીઆઇ દ્વારા નિયંત્રિત છે. વપરાશકર્તાઓ  ઘરબેઠા યુપીઆઈ દ્રાર સરળતાથી પૈસાની લેવડ દેવડ કરી શકે છે, આ માટે માત્ર પોતાનો મોબાીલ ફોન હોવો જોઈએ, જેમાં આપણા બેંક ખાતાની ડિટેલ સંકળાયેલી હોય છે જે તે ખાતામાંથી પૈસાનું પેમેન્ટ થતું હોય છે, કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાંજેક્શનમાં મોટે ભાગે વઘારો થયેલો જોવા મળે છે, છે.

સાહિન-