Site icon Revoi.in

અમેરિકા : કેપિટોલ હિલની બહાર કારે બે પોલીસકર્મીઓને કચડી નાખતા એકનું મોત

Social Share

દિલ્હી : અમેરિકી સંસદ ભવન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અમેરિકી સંસદની બહાર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો બાદ શુક્રવારે એક વાહને અહીંના બે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. ત્યારબાદ યુએસ કેપિટોલ હિલમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી દીધી છે. જયારે એક પોલીસ કર્મચારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કારની ટક્કર અને ફાયરિંગની ઘટના કેપિટોલ નજીક સર્ચ પોસ્ટ પર બની હતી. આ ઘટનાએ લગભગ ત્રણ મહિના પહેલા અમેરિકી કેપિટોલમાં પ્રવેશ મેળવતા ટોળા દ્વારા થયેલી હોબાળાની યાદોને પાછી તાજી કરી દીધી છે.જયારે રાષ્ટ્રપતિ પદ પર જો બાઇડેનની જીતના સંદર્ભમાં અમેરિકી સંસદના સભ્યો મતદાન કરી રહ્યા હતા.

કેપિટોલ પોલીસે જણાવ્યું હતું કે,એક શખ્સે બે પોલીસ અધિકારીઓને વાહનથી ટક્કર મારી હતી. અધિકારીઓએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે કારના ચાલક પાસે છરી હતી, ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો હતો.

આ ઘટના પર અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે માર્યા ગયેલા પોલીસ અધિકારી પ્રત્યે  શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારી વિલિયમ ઇવાન્સે કેપિટોલ હિલને બચાવવા પોતાનો જીવ આપ્યો.

જો કે,છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ફાયરીંગના કિસ્સા વધી રહ્યા છે. જે બાઇડેન સરકાર માટે થતા અમેરિકન લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે.

દેવાંશી

Exit mobile version