Site icon Revoi.in

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ત્રણ દિવસીય ભારતની મુલાકાતે, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Social Share

પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા મહિનાથી ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન આજથી ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સત્તા પર આવ્યા પછી કોઈ અમેરિકી મંત્રી ભારતના પ્રવાસે છે. આ ખાસ પ્રસંગે લોયડ ઓસ્ટિન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એનએસએને મળશે અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવશે.

અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન આજે સાંજે દિલ્હી પહોંચશે. શનિવારે સવારે લોયડ ઓસ્ટિન સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ ખાતે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તે સાઉથ બ્લોક પહોંચશે. ત્યારબાદ લોયડ ઓસ્ટિન અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ થશે. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત દરમિયાન બંને દેશોના સૈન્ય અને સંરક્ષણ પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. બેઠક સમાપ્ત થયા બાદ બંને દેશો સંયુક્ત નિવેદન પણ આપશે

અમેરિકા રક્ષા વિભાગના જણાવ્યા મુજબ ભારતમાં ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન લોયડ ઓસ્ટિન તેમના સમકક્ષ રાજનાથ સિંહની સાથોસાથ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા નેતાઓની સાથે મુલાકાત કરશે. બંને દેશો આ ખાસ પ્રસંગે સંરક્ષણ-ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂકશે. આ સાથે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને પશ્ચિમ હિંદ મહાસાગર પર ચીનના અંત વિશે પણ ચર્ચા કરશે.

-દેવાંશી