Site icon Revoi.in

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે પીએમ મોદીના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે હવે વ્હાઈટ હાઉસે સ્પેસ બાબતે સબન્ને દેશઓ સાથે કામ કરશે તે અંગે માહિતી આપી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બંને દેશો વચ્ચેના સંબંધોના સંદર્ભમાં પીએમ મોદીના આ પ્રવાસને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. હવે વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે પીએમ મોદીની આગામી મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થશે અને કયા મુદ્દા પર વધુ ધ્યાન આપવામાં આવશે.

વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, બંને દેશોના વડાઓ વચ્ચે હિંદ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સમૃદ્ધિ અને સુરક્ષાના મુદ્દા પર મહત્વપૂર્ણ વાતચીત કરવામાં આવી શકે છે. ઉલ્કેલેખનીય છે ચીનના જોખમને જોતા ભારત અને અમેરિકા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા ચર્ચા કરશે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું કે રિન્યુએબલ એનર્જી અને સ્પેસ ક્ષેત્રે પણ વાતચીત થશે.

જો કે તેણે આ અંગે વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો. પીએમ મોદી અને જો બિડેન વચ્ચે ઈન્ડોનેશિયામાં દ્વિપક્ષીય વાતચીત થઈ. તે બેઠકમાં, બંને દેશો વચ્ચે ભવિષ્ય માટે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેક્નોલોજી અને કૃત્રિમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી થઈ હતી. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની આગામી યુએસ મુલાકાત દરમિયાન આ ક્ષેત્રમાં કેટલાક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે.

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બન્ને નેતાઓ મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા વિશે પણ વાત કરશે. ટૂંક સમયમાં જ પીએમ મોદીની મુલાકાત સંબંધિત અન્ય માહિતી પણજારી કરી દેવામાં આવશે.