Site icon Revoi.in

અમેરિકા: ફ્લોરિડાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, બંદૂકધારી સહિત કુલ ત્રણ લોકોના મોત

Social Share

દિલ્લી: અમેરિકાના ફ્લોરિડા સુપરમાર્કેટમાં ગુરુવારે થયેલ ગોળીબારમાં બંદુકધારી સહીત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પામ બીચ કાઉન્ટી શેરિફની ઓફિસની પ્રવક્તા ટેરી બારબેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોયલ પામ બીચ પરની પબ્લિક્સ સુપરમાર્કેટમાં થયેલ ગોળીબારમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે.

તેમણે એ ન કહ્યું કે,ગોળીબાર કરનાર પુરુષ હતો કે પછી મહિલા હતી. પરંતુ એ કહ્યું કે, તે પણ ત્રણ મૃત લોકોમાં સામેલ છે. પબ્લિક્સએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. કંપની ફ્લોરિડામાં સૌથી મોટી કરિયાણાની શ્રુંખલા છે અને દક્ષિણ અમેરિકામાં તેના 1200 થી વધુ સ્ટોર્સ છે.

થોડા દિવસો પહેલા અમેરિકાના સાઉથ મિયામીમાં એક શખ્સે તેની 38 વર્ષીય પ્રેમિકા અને 15 વર્ષીય કિશોરને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચાડી હતી. આ ઘટના એપાર્ટમેન્ટ સંકુલની છે. પોલીસે આ માહિતી આપી છે. મીડિયા રીપોર્ટ મુજબ, 42 વર્ષીય વ્યક્તિએ પાછળથી એપાર્ટમેન્ટ સંકુલની બહાર પોતાનો જીવ પણ લીધો હતો.

જો કે અમેરિકામાં ગન કલ્ચરને લઈને આ ઘટનાઓ થતી હોય તેવુ જાણકારો માની રહ્યા છે. અમેરિકામાં જેટલીવાર ફાયરિંગની ઘટના બને છે તેમાંથી મોટા ભાગની ઘટનાઓમાં જાનહાની સામે આવે છે.