Site icon Revoi.in

અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના, શંકાસ્પદ સહિત 8 લોકોના મોત

Social Share

દિલ્લી: અમેરિકામાં ફરીવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે ગોળીબાર અમેરિકાના સેનજોસમાં થયો છે જેમાં શંકાસ્પદ સહિત 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અમેરિકાના સેનજોશ ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે વૈલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી લાઈટ રેલયાર્ડ ખાતે થયેલા ગોળીબારમાં શકમંદ પણ માર્યો ગયો હતો.

પીડિતોમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ)ના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વીટીએ સાંતા ક્લારા કાઉન્ટીમાં બસ, લાઈટ રેલ અને અન્ય પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. સેનજોશના મેયરે ટ્વિટ કરીને મૃતકોના પરિવારની સાથે દુ:ખ વ્યક્ત કર્યું હતુ.

જો કે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં ગોળીબારની ઘટના વધી છે. જાણકારો દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ગન કલ્ચરના કારણે આ ઘટનાઓ બની રહી છે. લોકોમાં મોંઘા-મોંઘા હથિયારો રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે અને તેના કારણે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ વધી પણ શકે છે.

Exit mobile version