Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન એ ભારતને યુએનમાં સ્થાયી સભ્ય બનાવવા માટે આપ્યું સમર્થન

Social Share

દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું છે. ભારતની સાથોસાથ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ જર્મની, જાપાનને યુએનના કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. આ પહેલા પણ અમેરિકા ભારતને કાયમી સભ્ય બનાવવા માટે પોતાનું સમર્થન આપી ચૂક્યું છે.

આ સાથે જ બાઈડનના પ્રશાસન તંત્રના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે હજી આ મમાલે  હજી આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે.તેમણે કહ્યું કે અમે પહેલા પણ આ વાતને માનતા હતા અને હાલ પણ આ વાતને માનીએ છીએ કે ભારત,જાપાન અને વજર્મનીને સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનાવાવા જોઈએ

વિતેલા દિવસને બુધવારના રોજઅમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને યુએન જનરલએસેમ્બલીમાં સંબોધન કરતા વખતે યુએનએસસીમાં સુધારાને લઈને પોતે કરેલો વાયદો પુનરાવર્તિત કર્યો હતો,તેમણે કહ્યું કે હવે ,સમય આવી ગયો છે કે સંસ્થાને હજી વધુ વ્યાપક બનાવવામાં આવે જેથી વર્તમાન સમયની જરુરીયાતોને તે સારી રીતે પૂર્ણ કરી શકે.

જોબાઈડેને વધુ માં એમ પણ કહ્યું કે  યુએન પરિષદ જેમાં અમેરિકા પણ સામેલ છે તેમણે યુએન ચાર્ટરની રક્ષા પણ કરવી જોઈએ અને વીટોથી પણ બચવું જોઈએ, વિશેષ અથવા ખાસ પરિસ્થિતિમાં   જ આ વિટોનો ઉપયોગ કરવો જોઈએ જેથી પરિષદની વિશ્વાસનિયતા અને અસરકારકતા બની રહે,જોબાઈડને આગળ એમ પણ કહ્યું હતું કે અમેરિકા  સિક્યોરિટી કાઉન્સિલમાં સ્થાયી અને અસ્થાયી બન્નેના મેમ્બરો  વધારવા પર જોર આપતું આવ્યું છે,જેમાં કેટલાક એવા દેશ પણ સામેલે છે જેમની કાયમી સદસ્યતાની અમેરિકા લાંબ સમયથી માંગ કરી રહ્યું છે.

 ન્યુયોર્ક, યુએસમાં આયોજિત એક કાર્યક્રમમાં,આ સાથે જ વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત યુએન સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ ફક્ત આપણા માટે જ નહીં પરંતુ વૈશ્વિક માળખા માટે પણ સારું નથી જ . વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અરવિંદ પંગારિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી. આ સહીત વધુમાં કહ્યું કે પાંચ સ્થાયી સભ્યો વૈશ્વિક વ્યવસ્થાની મહત્વની વ્યાખ્યા છે. તેથી આ એક ખૂબ જ મૂળભૂત અને ગહન પરિવર્તન છે જેની તરફ અમે જોઈ રહ્યા છીએ અને અમે તેના પર કામ પણ કરી રહ્યા છીએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે પરિવર્તનની જરૂર છે,