Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડ કોરોના સંક્રિમત – PM મોદી એ જલ્દી સાજા થવાની કામના કરી

Social Share

દિલ્હીઃ- વિશઅવભરમાં હજી પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છએ કોરોના સંપૂર્ણ ગયો નથી અને તે હાલ પણ અનેક લોકોની પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડનને પણ ફરી કોરોના થયો હોવાની જાણકારી મળી રહી છે.ગઈકાલે ગુરુપવારના રોજ તેઓ કોરોનાગ્રસ્ત હોવાની પૃષ્ટિ કરાઈ હતી.

આ બાબત વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં  આવી છે.  તેમાં કહેવામાં આવ્યું થે કે  રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.  હવે તેઓ પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ  તેમણે  સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધો છે.

રાષ્ટ્રપતિ જોબાઈડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે , ‘અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના સંક્રમણમાંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના સંક્રમિત થયા બાદ હવે આઈસોલેશનમાં છે. તે ઝૂમ કૉલ્સ અને ફોન કૉલ્સ દ્વારા તેમના નિવાસસ્થાનથી તમામ પૂર્વ-નિર્ધારિત મીટિંગ્સ અને મીટિંગ્સમાં હાજરી આપશે.