Site icon Revoi.in

જોબિડેનની ટીમમાં વધુ એક મૂળ ભારતીય – મલેરિયા રોગના નેતૃત્વ માટે ડોક્ટર રાજ પંજાબીની પસંદગી કરાઈ

Social Share

અમેરિકાના નવા બનેલા રાષ્ટ્રપતિ જોબિડેને તેમની મેલેરિયા પહેલનું નેતૃત્વ કરવા ભારત મૂળના ડોક્ટર રાજ પંજાબીની પસંદગી કરી છે. જો બીડેનની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ આફ્રિકન અને એશિયન દેશોમાં આ રોગ અટકાવવાનો છે.

વર્ષ 1990 ના દાયકામાં ગૃહ યુદ્ધ દરમિયાન લાઇબેરિયામાં જન્મેલા ડોક્ટર  રાજ પંજાબી અને તેના પરિવારે યુએસમાં આશરો લીધો હતો. તે સમયે તેમની આયુ માત્ર સાત વર્ષની હતો.

શપથ લીધા પછી, ડોક્ટર પંજાબીએ ટ્વિટર કરીને પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિની મેલેરિયા રોગની પહેલનું નેતૃત્વ કરવા માટે મને ‘મલેરિયા કોઓર્ડિનેટર’ બનાવવામાં આવ્યા છે. હું સેવા કરવાની તક માટે આભારી છું. તેમણે કહ્યું કે આ અભિયાન તેમના માટે વ્યક્તિગત મહત્વનું છે. પંજાબીએ જણાવ્યું હતું કે, “ભારતમાં રહેતા સમય દરમિયાન મારા દાદા-દાદી અને માતા-પિતા મેલેરિયોનો ભોગ બન્યા હતા, લાઇબેરિયામાં રહેતા ત્યારે, મેલેરિયાને કારણે હું પણ બીમાર હતો. ડોક્ટર તરીકે, આફ્રિકામાં કામ કરતી વખતે, મેં ત્યાં ઘણા લોકોના જીવનનો આ રોગના કારણે અંત આવતા જોયો છે. ‘

અમેરિકીમાં પ્રેસીડેન્ટ મલેરિયા ઈનિશિએટીવની શરુઆત વર્ષ 2005મા થઈ હતી જેને દેશમાં ખુબ જ મહત્વનું ગણવામાં આવે છે,વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગ્રેબેયસએ ટ્વિટ કરીને મૂળ ભારતના પંજાબી ડોક્ટરને શુભેચ્છાઓ પાઠવી છે,તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, મલેરિયા સમન્વયકના પદ પર નિયુક્ત થવા બદલ શુભેચ્છા રાજ પંજાબી, આપણે સાથે મળીને મલેરિયાનો સામનો કરીશું.

સાહિન-