Site icon Revoi.in

જી 20ના મહેમાન બને તે પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનના પત્ની કોરોના સંક્રમિત ,

Social Share

દિલ્હીઃ ભારત આ વર્ષ  દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક  વિદેશના નેતાઓ  મંત્રીઓ આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવનાર છએ જેમા એક નામ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડનનું પણ સામેલ છે,જો કે બાઈડન 7 સપ્ટેમ્બરના રોજ ભારત આવી જવાના હતા પરંતુ હવે તેમની પત્ની જીલ બાઈડનની હેલ્થને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન ભારત આવે તે પહેલા જ પત્ની કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છએ એટલે કે જી 20 સમિટ પર કોરોના ગ્રહણ લાગ્યું છે.

વઘુ મળતી વિગત પ્રમાણે જીલ બાઈડેનમાં કોરોનાના હાલમાં હળવા લક્ષણોનો અનુભવ કરી રહી છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ્ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે તે ડેલવેરના રેહોબોથ બીચમાં તેના ઘરે જ હોમક્વોરોન્ટાઈન છે. આ સહીત રાષ્ટ્રપતિના પત્નીની દરરોજ તપાસ કરવામાં આવશે તે જ સમયે, રાષ્ટ્રપતિ જો બાઈડેનનો પણ કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યો હતો જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની નિયમિતપણે પરીક્ષણ કરવામાં આવશે અને લક્ષણો માટે દેખરેખ રાખવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, ‘G-20’ સમિટ દરમિયાન પીએમ ‘નરેન્દ્ર મોદી’ અને અમેરિકી રાષ્ટ્રપતિ ‘જો બિડેન’ વચ્ચે મુલાકાત થઈ શકે છેG-20 સમિટ પહેલા મોદી-બિડેન 8 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય 9 સપ્ટેમ્બરે જ્યારે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા સરકારના વડાઓ કોન્ફરન્સમાં ઔપચારિક રીતે મળે છે.