Site icon Revoi.in

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડનની પુત્રી અને પત્નીને રશિયામાં નહી મળે પ્રવેશ – મોસ્કોએ સ્ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા

Social Share

દિલ્હીઃ– અમેરિકી રાષ્ટ્ર્પતિ જોબાઈડેનની પત્ની અને પુત્રીના પ્રવેશ પર રશિયાએ  બેન કર્યા હોવાના સમાચાર મળ્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની અને પુત્રી તેમના દેશમાં પ્રવેશી શકશે નહીં. રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યાપ્રમાણે, બિડેનની પત્ની જીલ અને પુત્રી એશ્લે સહિત 25 લોકોના નામ રશિયાના સ્ટોપ લિસ્ટમાં જોડવામાં આવ્યા છે.

આ સાથે જ  આ રશિયામાં ચાર અમેરિકી સેનેટરોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રશિયાનો દાવો છે કે આ સેનેટરો તેમના દેશ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. જેમાં રિપબ્લિકન મિચ મેકકોનેલ, સુસાન કોલિન્સ, બેન સાસે અને ડેમોક્રેટ કર્સ્ટન ગિલીબ્રાન્ડ પણ સામેલ છે. ધ એન્ડ ઓફ હિસ્ટ્રી એન્ડ ધ લાસ્ટ મેનના લેખક ફ્રાન્સિસ ફુકુયામા પણ પ્રતિબંધોની યાદીમાં છે.

વિશ્વના સૌથી ધનાઢ્ય લોકશાહી દેશોના નેતાઓએ મંગળવારે રશિયાના આક્રમણ સામે યુક્રેનને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. નેતાઓએ જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી યુક્રેનને ટેકો આપવા માટે સંયુક્ત વલણ અપનાવ્યું અને કહ્યું કે તેઓ યુદ્ધ ભંડોળના તેલના વેચાણમાંથી રશિયાની આવકને મર્યાદિત કરવા માટે દૂરગામી પગલાંની શોધ કરશે.

આ સાથએ જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ જીતી શકતું નથી અને ન જીતવું જોઈએ. G7 સમિટના અંતે તેમના સંબોધનમાં, મેક્રોને કહ્યું કે સાત ઔદ્યોગિક લોકશાહી યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે