Site icon Revoi.in

યુએસ,રશિયા અને ઈઝરાયલે CDS બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો- કહ્યું ‘અમે સાચો મિત્ર ગુમાવ્યો’

Social Share

 

દિલ્હીઃ- વિતલા દિવસને બુધવારની સાંજે જે ઘટના બની છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, એક સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં ચીફ ઓફ ડિફએન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મોતથી વિશ્વભરમાં શોક વ્યક્ત થી રહ્યો છે.

આ ઘટનામાં બિપિન રાવત સહિત કુલ 13 લોકોએ બુધવારે તમિલનાડુના કુન્નુરમાં જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું હતું. આ મિલિટરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર અમેરિકા, રશિયા અને ઈઝરાયેલે કહ્યું કે તેમણે એક સાચો મિત્ર ગુમાવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોએ રાવત અને અન્ય સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

અમેરિકાની એમ્બેસીએ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા રાવત અને અન્ય લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, ‘તેમણે દેશના પ્રથમ CDS તરીકે ભારતીય સેનામાં પરિવર્તનના ઐતિહાસિક સમયગાળાનું નેતૃત્વ કર્યું’.

આ સાથે જ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના મજબૂત મિત્ર અને ભાગીદાર હતા, તેઓ યુએસ સૈન્ય સાથે ભારતના સંરક્ષણ સહયોગના મોટા વિસ્તરણની દેખરેખ પણ કરતા હતા.” દૂતાવાસે સૈન્ય વિકાસ અને તકો અંગે ચર્ચા કરવા સપ્ટેમ્બરમાં તેમની યુએસ મુલાકાતનો પણ ઉલ્લે પણખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની વિરાસત ચાલુ રહેશે.

રશિયન રાજદૂત નિકોલે કુડાશેવે એક ટ્વિટમાં રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારતે તેના મહાન દેશભક્ત અને સમર્પિત હીરોને ગુમાવ્યો છે

ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટ્ઝે રાવતને ઇઝરાયલી સંરક્ષણ દળોઅને ઇઝરાયેલની સંરક્ષણ સ્થાપનાના સાચા સાથી તરીકે ગણાવ્યા. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે સીડીએસ રાવતે બંને દેશો વચ્ચેના સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિપિન રાવતના આ આકસ્મિત મોતને લઈને દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સાથે સેનાના 13 લોકો શહીદી ઓરી ગયા છે ત્યારે અનેક લોકો તેમને હ્દયથી શ્રંદ્ધાજલી પાઠવી રહ્યા છે.આજે દિલ્હી ખાતે તેઓના પાર્થિવ દેહ લાવવામાં આવશે અને આવતી કાલે શુર્કવારે તેમના અતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.