Site icon Revoi.in

વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન સાથે વિતેલી રાતે ફોન કરી વાતચીતઃ અફઘાન સંકટ પર વ્યક્ત કરી ચિંતા

Social Share

દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. આ  બન્ને નેતાઓની વાતચીત ત્યારે થઈ છે કે જ્યારે કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી બોમ્બ ધડાકાના બે દિવસ જ થયા હતા,આ હુમલામાં 13 અમેરિકી સૈનિકો અને 170 અફઘાનીઓ માર્યા ગયા હતા.આ સાથે જ બંન્ને પ્રધાનોએ અફઘાનિસ્તાનની ઘટનાઓ પર ચર્ચા કરી હતી.

આ વાતચીત મામલે એસ જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિન્કેન સાથે વાત થઈ. અફઘાનિસ્તાન પર તેમની ચર્ચા ચાલુ રાખી. તેઓએ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના એજન્ડા પર મંતવ્યોની આપલે કરી.

કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરતા ભારતે કહ્યું કે, આ હુમલાએ વિશ્વને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારતે શુક્રવારે કહ્યું કે તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેનો મુખ્ય ભાર તે ભારતીયોને પરત લાવવા પર છે જે હજુ પણ અફઘાન દેશમાં ફસાયેલા છે.

તો બીજી તરફ બ્લિન્કેને વાતચીત વિશે ટ્વિટ કર્યું હતું કે આજે ભારતીય વિદેશ મં એસ.જયશંકર સાથે અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રમાં સંકલન સહિતની અમારી વહેંચાયેલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવામાં આવી. બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીતની વિગતો આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે તેઓએ અફઘાનિસ્તાન અને યુનાઇટેડ નેશન્સમાં સતત સંકલન સહિત સહિયારી પ્રાથમિકતાઓના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.