Site icon Revoi.in

અમેરિકાએ આપેલી ધમકીની કિમ જોંગ પર કોઈ અસર નહી -નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી

Social Share

દિલ્હીઃ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની હરકતોને લઈને ખૂબ ચર્ચામાં છે. અમેરિકા અને તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાની ચેતવણી છતાં કિમ દરરોજ મિસાઈલ પરીક્ષણ કરી રહ્યા છે. કોઈની ધમકીની પણ તેના પર કોઈ અસર થતી નથી ક્રુરતાની દરેક હદ આ દેશ વટાવી ચૂક્વાના મામલે મોખરે હોય છે ત્યારે હવે જાણકારી પ્રમાણે ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારેથી દરિયામાં આઠ બેલેસ્ટિક મિસાઇલો છોડી છે.

આ બાબતે સમાચાર એજન્સી એએફપીએ પુષ્ટિ કરી છે. અમેરિકાના ટોચના રાજદૂત દક્ષિણ કોરિયામાં સિઓલના પ્રસ્થાન કર્યાના એક દિવસ બાદ જ આ ભયાનક પ્રક્ષેપણ થયા છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના સુનાન વિસ્તારમાંથી મિસાઈલો છોડવામાં આવી હતી.

જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સીએ પણ સરકારી સૂત્રને ટાંકીને કહ્યું કે ઉત્તર કોરિયાએ અનેક મિસાઈલો છોડી છે. તાજેતરના અઠવાડિયામાં, નેતા કિમ જોંગ-ઉને તેમની અત્યાર સુધીની સૌથી મોટી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સહિત અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા દ્વારા આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે તેનો વિવાદ વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ, એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે જ અમેરિકાના પ્રતિનિધિ સુંગ કિમ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી શકે છે.

Exit mobile version