Site icon Revoi.in

અમેરિકા: ફ્લોરિડામાં કોન્સર્ટની બહાર ફાયરિંગ, 2 મોત સહિત 20 ઈજાગ્રસ્ત

Social Share

દિલ્લી: અમેરિકાના ફ્લોરિડામાં રાજ્યમાં આવેલા મિયામી શહેરમાં રવિવારે ગોળીબારની ઘટના બની છે. આ ફાયરિંગ એક કોન્સર્ટની બહાર ભેગી થયેલી ભીડ પર કરવામાં આવ્યું જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 20 લોકોથી વધારો લોકો ઘાયલ પણ થયા છે.

આ બાબતે મિયામી પોલીસે જણાવ્યું કે જે જગ્યા પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા અને તે સ્થળે 3-4 લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ કરવાવાળા લોકો નિશાન કંપનીની પાથફાઈંડર એસયુવી કાર લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ તેઓ ગાડી લઈને ફરાર થયા હતા.

મિયામી પોલીસ વિભાગના ડિરેક્ટર, આલ્ફ્રેડો ફ્રેડીએ એક ટ્વિટમાં ટાર્ગેટ ફાયરિંગની કાયર ઘટનાની નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં આવી ગોળીબારના બનાવો વધ્યા છે. શાળાઓ, કચેરીઓ અથવા શોપિંગ સેન્ટરો ઘણીવાર આવી ઘટનાઓ માટે લક્ષ્યાંક બને છે.

ગયા વર્ષે અમેરિકામાં બંદૂકો સંબંધિત હિંસામાં 43,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને આમાં આત્મહત્યાના કિસ્સા પણ શામેલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ગયા મહિને કહ્યું હતું કે બંદૂકો દ્વારા થતી હિંસા રોગચાળા જેવી છે અને આંતરરાષ્ટ્રીય શરમનો મુદ્દો છે.

Exit mobile version