Site icon Revoi.in

શિયાળામાં હવે વાળની સમસ્યાને દૂર કરવા દેશી ઘીનો આ રીતે કરો ઉપયોગ- વાળને લગતી આ સમસ્યાઓ થશે દૂર

Social Share

શિયાળાની હવે થોડા દિવસોમાંજ શરુઆત થઈ જશે ત્યારે ફરી બદલતી ઋુતુની સાથએ વાળની અનેક સમસ્યાઓ સર્જાશે, ખાસ કરીને વાળ બરછડ બનવા, વાળ તૂટવા કે ખરવા જેવી અનેક સમસ્યાઓ થાય છએ પણ શું તકમે જાણો છો દેશી ઘી વાળ માટે બેસ્ટ પ્રોડક્ટ છે,મોંધા કેમિકલ વાળા શેમ્પૂથી વાળને રક્ષણ આપવા ઘી મહત્વનો ભાગ ભજવે છે.

દેશી ઘી ને વાળમામં લગાવાથી થતા ફાયદાઓ જાણો

ઘી થી કરવામાં આવતું મસાજ  વાળને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મોંઘી કેરાટિન ટ્રીટમેન્ટ માટે  પાર્લરમાં જવા કરતા ઘી ના ઉપયોગથી ઘરે કરી શકો છો.  ઘી વિટામિન-ઈથી ભરપૂર હોય છે અને કેરાટિન વધારવામાં મદદ કરે છે. વાળ પર તેનો નિયમિત ઉપયોગ તમારા વાળની ​​રચનામાં સુધારો કરે છે.

હેરગ્રોથ વધે છે અને રુસ્ક વાળ થતા અટકે છે

ઘીમાં હાજર વિટામીન-એ અને ઇ જેવા પોષક તત્વો વાળનો સારો વિકાસ જાળવવામાં મદદ કરે છે. આ સિવાય તે સ્કેલ્પ ઈન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે.ઘીમાં વિટામિન A, E અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.

ખોળોને દૂર કરે છે ઘી

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ઘીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માલાસેઝિયા ફરફર ફૂગ વાળમાં ખોડો થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો ઘીનો ઉપયોગ અન્ય ઘટકો સાથે કરવામાં આવે તો, તે માલસેઝિયા ફરફર નામની ફૂગના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે. જેના કારણે ડેન્ડ્રફ ઓછો થઈ શકે છે.

સફેદ વાળ થતા એટકે છે

આજની ફાસ્ટ લાઈફમાં  વધતા તણાવને કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. આ સિવાય સૂર્યના હાનિકારક કિરણો વાળમાં રહેલા કેરાટિનને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે વાળનો કુદરતી રંગ બદલાવા લાગે છે અને વાળ સફેદ થવા લાગે છે. પરંતુ ઘી કેરાટીનને પ્રોત્સાહન આપે છે, જેના કારણે વાળ અકાળે સફેદ થવાથી બચે છે.