Site icon Revoi.in

જૂની સાડીઓનો આ રીતે કરો ઉપયોગ, લોકો તમારી ક્રિએટીવિટીના વખાણ કરતાં કંટાળશે નહીં

Social Share

એક સમય હતો જ્યારે એક વાર કોઈ કિંમતી સાડી ખરીદ્યા બાદ ઘણા ફંક્શનમાં પહેરવામાં આવતી હતી, પરંતુ આજના યુગમાં કપડાનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે.આ સાથે કોમ્પીટીશન પણ વધી ગઈ છે. આજકાલ લોકો લગ્ન, સગાઈ અથવા ફેમિલી ફંક્શનના પ્રસંગે સાડી પહેરીને ફોટોગ્રાફ કરે છે, ત્યારે ફરીથી એ સાડી પહેરવાનું મન કરતું નથી.

આ પછી વાર્ડરોબમાં સાડીઓનો ઢગલો થઇ જાય છે. મોંઘા ભાવોવાળી આ સાડીઓ નથી પહેરતા કે નથી હટાવતા.જો તમારી સાથે પણ આવું જ કઇક છે, તો પછી અહીં કેટલીક રીતો છે જેના દ્વારા તમે આ સાડીનો ફરીથી ઉપયોગ કરી શકો છો.એવામાં, કોઈએ ધાર્યું પણ નહીં હોય અને લોકો તમારી ક્રિએટીવિટીના વખાણ કરતાં કંટાળશે નહીં.

લેહેંગા ચોલી 

જો સાડી બનારસી, સિલ્ક અથવા થોડી ભારે ડિઝાઇનની છે, તો સૌથી સહેલો વિચાર એ છે કે તમે આ સાડીમાંથી લેહેંગા અને ચોલી બનાવી શકો છો. તેના બ્લાઉઝથી પાર્ટી વિયર કપડાને અલગથી લઇને બનાવો, જેથી તે એકદમ અલગ અને નવા પોશાકની જેમ દેખાય.

એનથિક આઉટફિટ

જો તમે ઇચ્છતા હોવ તો, તમે તમારી સાડીમાંથી અનારકલી સુટ,લોંગ કુર્તી, ફ્રોક સૂટ, ગાઉન વગેરે પણ ડિઝાઇન કરી શકો છો. આની સાથે તેનાથી વિપરીત ભિન્ન રંગીન દુપટ્ટાને મેચ કરો.એવામાં તમારો ડ્રેસ જોઈને કોઈ પણ એવું અનુમાન નહીં  લગાવી શકે કે તમે તેને તમારી જૂની સાડીમાંથી બનાવ્યો છે.

લોંગ જેકેટ  

જો સાડીનો કલર બ્રાઈટ છે અને તેના પર હેવી કામ છે, તો તેમાંથી લોંગ જેકેટ અથવા શ્રગ બનાવી શકાય છે.આ જેકેટ તમે ફરીથી કોઈપણ ફંક્શનમાં જતા સમયે સ્કર્ટ, જીન્સ વગેરે જેવા ડ્રેસ પર સરળતાથી પહેરી શકો છો. તે દેખાવમાં યુનિક અને અલગ દેખાશે.

લોંગ સ્કર્ટ

આજકાલ ફેશનમાં ઘેરવાળી લોંગ સ્કર્ટની સાથે કુર્તી ખૂબ જ જોવા મળે છે. એવામાં તમે તમારી સાડીમાંથી સ્કર્ટની ડિઝાઇન બનાવી શકો છો અને તેની સાથે ઉત્તમ મેચિંગ કપડા લઈને કુર્તી અથવા ક્રોપ ટોપ બનાવી શકો છો.

ફેબ્રિક વોલ પેઇન્ટિંગ 

ડ્રોઇંગરૂમને સજાવટ માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઘણા પ્રકારની સાડીઓ અથવા એક જ સાડી જ વિભિન્ન આકારની ફેબ્રિક વોલ પેઇન્ટિંગ તૈયાર કરાવીને તેમાં ઘરને ડેકોરેટ કરી શકાય છે.તે એકદમ યુનિક દેખાશે.