Site icon Revoi.in

તુલસીના છોડનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ ફાયદા

Social Share

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે માતા તુલસી અને શાલિગ્રામના લગ્ન કારતક મહિનામાં થયા હતા, તેથી આ મહિનાનું મહત્ત્વ વધી ગયું છે. આવી સ્થિતિમાં દેવઉઠીની એકાદશી પર તુલસી વિવાહ અવશ્ય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી છોકરીઓને યોગ્ય વર મળે છે.

કારતક માસની પૂર્ણિમાના દિવસે અથવા એકાદશીના દિવસે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. હિન્દુ ધર્મમાં લાલ ચુંદડીને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ઉપાય અપનાવશો તો જલ્દી લગ્ન થવાની સંભાવના છે. તેની સાથે જ વૈવાહિક જીવનમાં આવતા અવરોધોથી પણ મુક્તિ મળે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો કારતકના આ પવિત્ર મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. દરરોજ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી સાધકના લગ્નમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.