Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ટ્રેનના કોચમાં નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાર્વજનિક સ્થળો ઉપર નમાજ પડવામાં આવતી હોવાની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. હવે ફરી એકવાર કુશીનગરમાં કેટલીક વ્યક્તિઓનો નમાઝ અદા કરતી વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અનુસાર ચાલતી ટ્રેનમાં જ નમાઝ પઠવામાં આવી રહી હતી, એટલું જ નહીં એક મુસ્લિમ આગેવાને ટ્રેનના કોચમાં અવાર-જવાર કરવા અન્ય પ્રવાસીઓને અટકાવ્યાં હતા. આ વીડિયો ભાજપના આગેવાને બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કુશીનગરમાં ટ્રેનના સ્લીપર કોચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનના કોરિડોરમાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વખતે ટ્રેન ખડ્ડા રેલવે સ્ટેશન પર ઊભી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકોનો રસ્તો રોકીને નમાઝ અદા કરવામાં આવી રહી છે. ટ્રેનના કોચમાં કેટલીક વ્યક્તિઓ ચાદર બિછાવીને નમાઝ અદા કરતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન ટ્રેનના કોચમાં આવતા પ્રવાસીઓને એક વ્યક્તિ અટકાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો ભાજપના એક નેતાએ બનાવો હોવાનું જાણવા મળે છે. જે ટ્રેનમાં નમાઝ અદા કરવામાં આવી રહી છે તેનું નામ સત્યાગ્રહ એક્સપ્રેસ (15273) છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરતો એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. આ પહેલા લખનૌના લુલુ મોલમાં નમાઝ અદા કરતો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. જે બાદ આને લઈને ભારે રાજકીય વિવાદ થયો હતો અને અંતે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને આ મામલામાં કાર્યવાહી કરવા સૂચના આપી હતી.