Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં જનતારાજ કે ગુંડારાજ? રસ્તો રીપેરીંગ નહીં કરાય તો પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો

Social Share

લખનૌઃ જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી બિસ્માર માર્ગને ઝડપથી રિપેરીંગ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો એમ નહીં થાય તો પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર એક નોટિસ બોર્ડ ઉપર ચીપકાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસ સ્ટેશનની જનકી આવેલા એક નોટિસ બોર્ડ ઉપર આ ધમકી ભર્યો પત્ર ચિપકાવવામાં આવ્યો હતો. રામપુર-કઠવતિયા માર્ગ બસ્માર હાલતમાં છે જેથી આ રોડને વ્યવસ્થિત કરાવવા ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે. દરમિયાન પોલીસ સ્ટેશનની નજીક નોટિસ બોર્ડ ઉપર ધમકી ભરી નોટિસ કોઈએ લગાવી હતી. આ ધમકી ડી-33 ગેંગના નામે આપવામાં આવી છે.

આ લેટરમાં લખ્યું છે કે, સેવામાં થાનાધ્યક્ષજી આપને નિવેદન છે કે, કઠવતિયાં રતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેથી ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ તથા મોટરસાઈકલ સહિતના વાહનોના ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આ રોડનું કામ ઓક્ટોબર મહિના સુધીને યોગ્ય કરવો જોઈએ. જો એમ નહીં થાય તો રામપુર નાથા રઠવતિયા રોડના હેઠળ આવતા સુરેરી થાનેને ઉડાવી દેવામાં આવશે.