Site icon Revoi.in

ઉત્તરાખંડઃ 31 જાન્યુઆરી સુધી તમામ પ્રતિબંઘો લંબાયા -શૈક્ષણિક સંસ્થાઓ  રહેશે બંધ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ યથાવત

Social Share

 

દહેરાદૂન – દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, દૈનિક કેસો વધવાની સાથે જ કેટલાક રાજ્યોમાં આશિંક પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે, કોરોનાના કેસ હજી પણ વધુ જોવા મળી રહ્યા ચે જેને લઈને અનેક રાજ્યોએ પ્રતિબંઘની સમય મર્યાદાઓ વધારી છે.જેમાં ઉત્તરાખંડમાં પણ લાગૂ કરાયેલા પ્રતિબંધો 31 જાન્યુઆરી સુઘી લંબાવામાં આવ્યા છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે કોવિડ પ્રતિબંધોની અવધિ 31 જાન્યુઆરી સુધી લંબાવી છે. 31 જાન્યુઆરી સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા ઉપરાંત રાજ્યમાં રાજકીય રેલીઓ અને ધરણાં પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે.

આ સાથે જ સ્થળની 50 ટકા ક્ષમતામાં વ્યક્તિઓને લગ્ન સમારોહમાં હાજરી  આપી શકશે, 31 જાન્યુઆરી સુધી સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક બંધ રહેશે. ત્યાં કોઈ મનોરંજન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ોયજન કરી શકાશે નહી

આ સાથે જ રાજ્યમાં જીમ, શોપિંગ મોલ, સિનેમા હોલ, હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, સ્પા, સલુન્સ, થિયેટરો, ઓડિટોરિયમ, ઓડિટોરિયમ, રમતગમત સંસ્થાઓ, સ્ટેડિયમ અને રમતગમતના મેદાન 50 ટકા ક્ષમતા સાથે ખુલા મૂકવામાં આવશે.

રાજ્યમાં લાગુ કોવિડ પ્રતિબંધોનો સમયગાળો શનિવારે સમાપ્ત થયો. આ પછી,વિતેલા દિવસને રવિવારે મુખ્ય સચિવ દ્વારા કોવિડ પ્રતિબંધોની અવધિ લંબાવીને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યમાં આંગણવાડીથી 12મી સુધીની તમામ સરકારી, અનુદાનિત બિન-સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાના  આદેશ અપાયા છે.

Exit mobile version