Site icon Revoi.in

ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ – ટ્વિટર પર આપી જાણકારી

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,  કોરોનાએ અનેક બોલિવૂડની હસ્તીઓથી લઈને અનેક રાજનેતાઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે,ત્યારે હવે વધુ અક મંત્રી કોરોનાના સંક્રમણમાં સપડાયા છે,ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,આ બાબતે તેમણે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ જાણકારી આપી છે. હાલ તેમણે પોતાને આઈસોલેટ કર્યા છે

મુખ્યમંત્રીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજે મે કોરોનાનું પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત સારી છે અને મને કોઈ કોઈ લક્ષણો પણ નથી. તેથી, ડોકટરોની સલાહ લઈને હું હોમ આઈસોલેટ રહીશ. હું દરેકને વિનંતી કરું છું કે જે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તેઓ આઈસોલેટ થઈને પોતાનો રિપોર્ટ કરાવી લો”

રાજ્યમાં કોરોના દર્દીઓનો મૃત્યુ દર ઘટી રહ્યો નથી. અત્યાર સુધીમાં, કુલ દર્દીમાંથી  87 ટકા મૃત્યુ ચાર મેદાની જીલ્લાઓમાં નોંધાયા છે. દહેરાદૂન જિલ્લામાં સૌથી વધુ મોત 767 થયા છે. નવ પર્વતીય જિલ્લાઓમાં દર્દીઓના મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ 15 માર્ચે જોવા મળ્યો હતો. ત્યારબાદ, 16 ડિસેમ્બર સુધી રાજ્યમાં 1375 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

સાહિન-