Site icon Revoi.in

વારા પછી વારો તારા પછી મારો,રાજ્યમાં ઈતિહાસનું પુનરાવર્તન – 4 દાયકા પહેલાં BJPની જે સ્થિતિ હતી તે કોંગ્રેસની  

Social Share

અમદાવાદઃ- જરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે કોંગ્રેસના તો સુપડાસાફ થતા જોવા મળ્યા છે, પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતમાં શપથવિધિ સમારોહના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે બપોરે 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ બીજેપીની જીતની ભવ્ય ઉજવણી થી રહી છે ક્યાક ફટાકડાઓ ફૂટી રહ્યા છે. તો ક્યાક કાર્યાલયો ફુલોથી સજી રહ્યા છે.જ્યારે આજે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

જો કે આજથી 47 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત નહતી ,અને કોંગ્રેસ સત્તામાં હતી જો કે હવે 4 દાયકા કરતા વધુ સમય બાદ કોંગ્રેસના સ્થાન પર આજે ભાજપ છે,અર્થાત ભાજપ સતત સત્તામાં આવી રહી છે જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વર્ષ 1995ની  લઈને વર્ચૂંષ 2022 સુધી ભાજપની સત્તા અડગ રહી છે ગુજરાત જાણે બીજેપીનું ગઢ બની ગયું છે.ણથી ભાજપે ક્યારેય પાછું વળીને જોયું નથી અને કોંગ્રેસ સંપૂર્ણ જીત મેળવવામાં સફળ થઈ નથી.

ગુજરાતીમાં એક કહેવત છે વારા પછી વારો તારા પછી મારો ત્યારે હવે 47 વર્ષ બાદ એમ કહી શકાય છે કે બીજેપી સામે કોંગ્રેસ પાણી ભરી રહી છે.47 વર્ષ પહેલાં ગુજરાતમાં ભાજપની જેવી હાલત હતી તેનાથી કપરી હાલ હાલ વર્ષ 2022માં કોંગ્રેસની જોવા મળે છે, એટલે એમ કહેવું રહ્યું કે રાજ્યમાં ઈતિહાસનું પુનરાવર્તન થયું છે તફાવત એ છે કે પહેલા કોંગ્રેસ મજબૂત હતી ત્યારે હવે બીજેપી મજબૂત છએ અને કોંગ્રેસની સ્થાન જાણે હવે સતત છીનવાઈ રહ્યું છે.આ વખતે તો જાણે બીજેપી- કોંગ્રેસ વચ્ચે કોઈ સ્પર્ધા જ રહી નથી,મોટાભાગની સીટો પર બીજેપીની શાનદાર જીત નોંધાઈ ચૂકી છે અને કોંગ્રેસની સ્થિતિ દયનિય બની છે.

1962માં રાજ્યની સૌથી પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ કોંગ્રેસે 113 બેઠક જીતી હતી. 1967માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 33 તો સ્વતંત્ર પાર્ટીએ 66 બેઠક  જીતી અને 1972ની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 168 બેઠકમાંથી કોંગ્રેસે 140 બેઠક પર કબજો જમાવ્યો હતો.ત્યારે હવે આટલા વર્ષ બાદ ભાજપે બેઠકો જીતીને જનતાનો વિશ્વાસ જીત્યો છે.1980માં ગુજરાત વિધાનસભાની બેઠક વધીને 182 થઈ.ચૂંટણીમાં કોંગ્રેસે 141 બેઠકો જીતી હતી જે માધવસિંહ સોલંકીનો એક રેકોર્ડ હતો. આ ચૂંટણીમાં જનતા પાર્ટીને 21 તો ભાજપને માંડ નવ બેઠક મળી હતી. આ પછી 1985માં કોંગ્રેસે ઈતિહાસ રચતાં 149 બેઠક પર જીત મેળવી હતી તો જનતા પાર્ટીને 14 અને ભાજપને માત્ર 11 બેઠક જ આવી હતી. જો કે હવે બીજેપીએ કોંગ્રેસની આ સ્થિતિ લીધી છે અને બીજેપી સતત જીત હાંસલ કરતું જોવા મળ્યું છે.