Site icon Revoi.in

દેશમાં રસીકરણની સંખ્યાએ 43 કરોડનો ઐતિહાસિક આંકડો વટાવ્યોઃ- સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની સામે વેક્સિન આપવાની પ્રક્રિયા પુરજોશમાં શરુ કરવામાં આવી હતી,આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોનાનું રસીકરણ કવરેજ ઐતિહાસિક આંકડા 43 કરોડને વટાવી ગયું છે, જેમાં શનિવારે લગભગ46 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 18-44 વય જૂથના 22 લાખ 80 હજાર 435 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને શનિવારે 2 લાખ 72 હજાર190 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ભારતનું કુલ રસીકરણ કવરેજ શનિવારે 45 લાખ 74 હજાર 298ના આંકડાને વટાવી ચૂક્યું છે, જેમાં માચ્ર શનિવારે જ 46 ડોઝ  આપવામાં આવ્યા હતા.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત પછીથી રાજ્યમાં 18 થી4 4 વર્ષની વય જૂથમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની કુલ સંખ્યા 13 કરોડ 77 લાખ 91 હજાર 932 છે અને 37 રાજ્યો અને  કેન્દ્રશાસિત પ્રદેશમાં  વેક્સિનનો બીજો ડોઝ મેળવનારાઓની કુલ સંખ્યા 60 લાખ 46 હજાર 308 છે, મંત્રાલયે કહ્યું કે ત્રણ રાજ્યોમાં- મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં, એન્ટી-કોવિડ રસીના એક કરોડથી વધુ ડોઝ 18-44 વર્ષની વય જૂથમાં આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગ,, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં એક જ વય જૂથના 10 લાખથી વધુ લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમ ભારત રસીકરણ મામલે ખુબ ઝડપથી કાર્ય કરી રહ્યું છે, દેશમાં કોરોના સામેની લડતમાં વેક્સિન એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે જેને લઈને રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.