Site icon Revoi.in

પ્રથમ દિવસે જ 10 લાખ જેટલા લોકોને આપવામાં આવ્યો પ્રિકોશન ડોઝ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વચ્ચે હવે આરોગ્યકર્મીઓ તથા ફ્રંટલાઈનના કામદારો અને વૃદ્ધોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનું 10 જાન્યુઆરી એટલે કે ગઈ કાલથી શરુ કરવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ દિવસે જ લાખો લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો છે.

ભારતમાં 10 જાન્યુઆરીથી પ્રાથમિકતાવાળા સમૂહોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા પીએમ મોદીએ દેશમાં 15થી 18 વર્ષ ઉંમર વર્ગના બાળકોને કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે પ્રિકોશન ડોઝને પાત્ર લોકોને કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ લગાવવાની જાહેરાત પણ કરી હતી.

આ સમગ્ર બાબતે કોવિન પોર્ટલ પર વિતેલી રાત્રીના 12 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે વેક્સિનેશનના પ્રથમ દિવસથી લગભગ 1 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે.બીજીતરફ દેશના પ્રધાનમંત્રી મોદીએ પાત્ર લોકોને આ ડોઝ લેવા અપીલ કરી છે.

જો પ્રિકોશન ડોઝ માટે લોકોની સંખ્યાની વાત કરવામાં આવે તો તે લગભગ 5.70 કરોડ છે. તેમાં 1.05 કરોડ આરોગ્ય કર્મચારીઓ, 1.90 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 2.75 કરોડ લોકો ગંભીર રોગોથી પીડિતનો સમાવેશ થાય  છે.આ સાથે જ કોવિન પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ કુલ 9.84 લાખ આ ડોઝ આપવામાં આવ્યા છેજેમાં 7.41 લાખ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને આપવામાં આવ્યા છે.

પીએમ મોદીએ લોકોને બૂસ્ટર જોઝ લેવાની અપીલ કરી હતી

પીએમ મોદીએ બૂસ્ટર ડોઝ લેવા માટે ટ્વિટ કરીને કહ્યું હતું કે,ભારતે પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે. આજે જેમણે રસી લીધી છે તેઓને અભિનંદન. હું તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી લેવા માટેની અપીલ કરું છું. જેમ આપણે બધા જાણીએ છીએ, રસીકરણ એ કોરોના સામેની લડાઈમાં સૌથી મહત્વનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે દજેશભરમાં એક તરફ ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વર્તાઈ રહ્યુ છે તો બીજીતરફ કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં પીએમ મોદીએ બૂસ્ટર ડોઝ લાવીને કોરોનાની જંગ સામે મહત્વનું પગલુ ભર્યું છે.