Site icon Revoi.in

આ રાજ્યમાં હવે 1 લી જાન્યુઆરીથી તમામા સાર્વજનિક સ્થળો પર દેખાડવું પડશે વેક્સિનનું સર્ટિફિકેટ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના નવા નેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે દેશની સરકાર સખ્ત વલમ અનાવી રહી છે જેને લઈને હવે અનેક નવા નવા નિયમો પણ આવી રહ્યા છે ત્યારે જે તમે પણ હજી સુધી વેક્સિન નથી લધી તો સાવધાન થી જજો, જેમણે હજુ સુધી રસીના બંને ડોઝ લીઘા નથી, તેમની સમસ્યાઓ વધી શકે છે. આવા લોકોને 1 જાન્યુઆરી, 2022થી બજારો, શાકભાજી બજારો, બાર, હોટલ, રેસ્ટોરાં, મોલ, સિનેમા ઘરો વગેરેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

આ સાથે જ રસીના બંને ડોઝના પ્રમાણપત્રો પણ બતાવવાના રહેશે. રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે બુધવારે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ જાહેરાત કરી હતી.આ સાથે જ એવી પણ જાહેરાત પણ કરવામાં આવી હતી કે જેમને બીજો ડોઝ મળ્યો નથી, તેઓ બસ અને ટ્રેનમાં મુસાફરી કરી શકશે નહીં.

આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ જિલ્લામાં અંદાજે 40 હજાર એવા લોકો છે, જેમનો બીજો ડોઝ નિર્ધારિત તારીખ કરતા વધુ સમય માટે અપાયો નથી અથવા લીધો છે. આરોગ્ય વિભાગ આવા લોકોને ફોન કરીને મેસેજ કરીને બીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરશે. તે જ સમયે, સર્વેક્ષણ કર્યા પછી, એવા લોકોની પણ ઓળખ કરવામાં આવશે અને ડોઝ આપવામાં આવશે, જેમણે અત્યાર સુધી એક પણ ડોઝ આપ્યો નથી.

આ સાથે જ મોબાઈલ પર રસનું પ્રમાણપત્ર પણ બતાવવાનું રહેશે, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ અરોરાએ આ સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને પત્ર જારી કર્યો છે. બસ અને ટ્રેન સહિત જાહેર સ્થળોએ લોકોને રસીના બીજા ડોઝનું પ્રમાણપત્ર જોયા પછી જ પ્રવેશ આપવામાં આવશે.