- ઓમિક્રોન સામે પમ બનાવાશે વેક્સિન
- વેક્સિન ઉત્પાદન અને પરિક્ષણ માટે સીરમ સંસ્થાને મળી મંજૂરી
દિલ્હીઃ- દવિશ્વભરમાં કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટ પછી, ઓમિક્રોન વેરિઅન્ટે કહેર ફ્લાવ્યો છે. આ સાથે જ ઓમિક્રોન ફોર્મ સામે કોઈ અસરકારક રસીની ગેરહાજરીને કારણે આવનારા કેટલાક દિવસોમાં લોકોને વધુ સંક્રમણ લાગે તેવો ભય પણ છે.આવી સ્થિતિમાં સીરમ સંસ્થાએ આ વેરિએન્ટ સામે વેક્સિન બનાવાની માંગણી કરી હતી
ત્યારે હવે આ સમસ્યાનો સામનો કરવા માટે, ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ઓમિક્રોન વેરિયન્ટ સામે રસી બનાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં સરકાર અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે 6 જાન્યુઆરીના રોજ ડીસીજીઆઈને અરજી સબમિટ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે પૂણે સ્થિત તેમની ફર્મ નોવાવેક્સ ઇન્ક સાથે મળીને ઓમિક્રોન સામે રસી વિકસાવવા પર કામ કરી રહી છે.
પ્રકાશ કુમારે અરજીમાં કહ્યું હતું કે, “આ રસીનું ઉત્પાદન આપણા વડાપ્રધાનના ‘મેકિંગ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ના આહ્વાનને અનુરૂપ આપણા દેશની રસી ઉત્પાદન શક્તિનું બીજું ઉદાહરણ હશે જેના થકી આપણા દેશનું નામ ફરીથી વિશ્વભરમાં રોશન થશે.વેક્સિન મામલે ભારતની ઉપલબ્ધિની નોંધ લેવાશે.
સીરમ સંસ્થાએ પરીક્ષણ, અને વિશ્લેષણ માટે SARS-CoV-2RS દવાના પદાર્થોનું ઉત્પાદન કરવાની પરવાનગી અને લાઇસન્સ મેળવ્યું છે. કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ 60 થી વધુ દેશોમાં નોંધાયા છે. આ પ્રકાર વિશ્વભરમાં અને આપણા દેશમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.ત્યારે આ વેક્સિન નિર્માણ પામે છે તો તેનો ઘણો ફાયદો થઈ શકે છે.