Site icon Revoi.in

વડોદરા મ્યુનિ,કોર્પોરેશને વિકાસના કામો માટે રૂપિયા 532 કરોડના કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યાં

Social Share

વડોદરાઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પોતાની માલિકીના સોનાની લગડી સમાન સાત જેટલાં કિંમતી પ્લોટ્સ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંજુરી મળ્યા બાદ પ્લોટ્સની હરાજી કરવામાં આવશે. મ્યુનિ.ના પ્લોટ્સ વેચવાના નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. અને એવો આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિ.ના અવિચારી ખર્ચાઓને લીધે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ છે. તેની પાછળ વધુ ભાવના ટેન્ડરોને કારણે પ્રોજેક્ટમાં નક્કી થયેલો કોર્પોરેશનના ફાળા કરતા વધુ ફાળો આપવો પડે છે, તેવે સમયે કોર્પોરેશને કિંમતી પ્લોટ્સ વેચવાનો વારો આવ્યો છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્તમાં રૂપિયા 532.46 કરોડની કિંમતના સાત પ્લોટ વેચાણ માટેની પ્રક્રિયા કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવાયું હતું કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને ટીપી એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલા વિવિધ પ્લોટો વેચાણથી આપવા માટે જમીનની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા સરકારના શહેરી વિકાસ સત્તા મંડળોના રેગ્યુલેશન 2002 ના પરિપત્ર મુજબ વેલ્યુએશન કમિટીની રચના કર્યા બાદ તેની બેઠક વુડા (વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ખાતે મળી હતી જેમાં વડોદરા કોર્પોરેશન હસ્તકના સાત પ્લોટનું વેલ્યુએશન નક્કી કરવામાં આવ્યું હતું.  હરણી વિસ્તારના પાંચ અને સમા વિસ્તારના બે પ્લોટ જેમાં ચાર વાણિજ્ય હેતુ માટેના બે હોસ્પિટલ અને એક વસવાટ માટેના પ્લોટોનો સમાવેશ થાય છે જેનું વેલ્યુએશન કરવામાં આવ્યું છે.

મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરેલી દરખાસ્તમાં સાત પ્લોટ સરકારી અર્ધ સરકારી તેમજ લોકલ ઓથોરિટીને જાહેર હરાજી સિવાય સીધી ફાળવણી કરવા અને બિનજરૂરી સમય વ્યતિત થાય નહીં તે કારણોસર સારા સારનો વિચાર કરી જાહેર હરાજીમાં મિનિમમ અપસેટ વેલ્યુ ની સામે બોલવામાં આવેલી મહત્તમ બોલીને ગ્રાહ્ય રાખી ફાળવણી કરવા તેમજ અન્ય જરૂરી કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા જણાવ્યું છે. વેચાણ માટે બજારમાં મૂકવામાં આવ્યા છે તેનું કુલ 47,807 ચોરસ મીટર ક્ષેત્રફળ થાય છે અને કમિટી દ્વારા નક્કી કરેલી કિંમત પ્રમાણે સાત પ્લોટના રૂ. 532.46 કરોડ થવા જાય છે.

 

Exit mobile version