1. Home
  2. Tag "Corporation"

વડોદરા મ્યુનિ,કોર્પોરેશને વિકાસના કામો માટે રૂપિયા 532 કરોડના કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યાં

વડોદરાઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પોતાની માલિકીના સોનાની લગડી સમાન સાત જેટલાં કિંમતી પ્લોટ્સ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંજુરી મળ્યા બાદ પ્લોટ્સની હરાજી કરવામાં આવશે. મ્યુનિ.ના પ્લોટ્સ વેચવાના નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. અને એવો આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિ.ના અવિચારી ખર્ચાઓને લીધે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ છે. તેની પાછળ વધુ ભાવના ટેન્ડરોને […]

ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે હવે ડ્રોન ટેકનોલોજીની લેવાશે મદદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરે છે. પાટનગર ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ શહેરમાં સર્વેની કામગીરીની સાથે ફોગીંગ કરવામાં આવી રહી છે. હવે મચ્છરોના ઉપદ્રવને […]

વડોદરાઃ પ્રદુષણને અટકાવવા માટે શહેરમાં 200 ઈ-બસ દોડાવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં સરકાર દ્વારા ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી પણ આપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ઈ-બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે હવે વડોદરામાં પણ આગામી દિવસોમાં 200 ઈ-બસ દોડાવવાનો મનપાએ નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા […]

ગુજરાતમાં નાણાંના અભાવે કોઇ વિકાસ કામ અટકતાં નથી: CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતના નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે તેના પરિણામે સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે. […]

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની […]

કોરોના સંકટઃ રાજકોટ મનપાએ ફરીથી 70 ધન્વંતરી રથ દોડાવવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ સ્થાનિક ઘોરણોપણ જે તે વહીવટી તંત્ર દ્વારા કોરોનાને લઈને કામગીરી શરૂ કરી છે. રાજકોટ મનપાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરીથી ધન્વંતરી રથ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ બુથ વધ ઉભા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્પોરેશન […]

સુરતઃ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના, હવે નવતર આયામો હાથ ધરાશે

સુરતઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ […]

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓને નથી મળ્યા ભથ્થા

ચૂંટણીમાં 1500થી વધારે કર્મચારીઓ જોડાયા હતા ચૂંટણી ભથ્થા ઝડપી ચૂકવી આપવા કરાઈ માંગણી અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. હવે ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને હજુ સુધી ભથ્થા ચુકવવામાં નહીં હોવાનું સામે આવ્યું […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોર્પોરેશનની 44 બેઠકો પૈકી 41 બેઠક ઉપર ભાજપની જીત થયાનો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો હતો. જ્યારે બે બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ભાજપે 12 મંત્રીઓને જવાબદારી સોંપી

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા તા. 29મી ઓક્ટોબરે ગાંધીનગર આવી રહ્યા છે. કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે ભાજપે ચૂંટણી માટે 12 મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે.  વોર્ડ દીઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code